|
મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ મહાવીર વૃધ્ધાશ્રમ છેલ્લા વીસ વર્ષથી કાર્યરત
છે. આ વૃધ્ધાશ્રમમાં ગરીબ,નિરાધાર,વિધવા બહેનો,અંધ,અપંગ (વિકલાંગ),બહેરા-મૂંગા અને
અશકતોને આશ્રય સ્થાન પુરું પાડતી રજીસ્ટર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ છે તેના હિસાબો નિયમિત
ઓડીટ થાય છે.૮૦(જી)હેઠળ ઇન્કમટેક્ષમાં કરમુક્તિ છે.હાલ જે બે માળનું મકાન છે. તેની
બાજુમાં ખુલ્લી જમીન વેચાણ લઈ બાંધકામ કરવાનું છે. આ જમીન ખરીદી અને બાંધકામ કરવા માટે
અંદાજે રૂપિયા એક કરોડ જેટલી રકમની તાતી જરૂર છે.નિરાધારને સુવિધા સજ્જ આરામદાયક આશ્રય
આપવા સેવાભાવી સંસથાઓ, દાનવીર દાતાઓ ,લિમીટેડ કંપનીઓ,સંગઠનો વિગેરે વિગેરે યોગ્ય મદદ
કરે તો માનવતાની જ્યોત પ્રગટે.
માનવ સેવા એ જ પ્રભુ સેવાના ધ્યેયથી કાર્યરત એવી આ સંસ્થાને દિલેરી દાતાઓ પોતાનું નાનું
મોટું અનુદાન આપી સંસ્થાને આર્થિક રીતે પગભર કરી શકે. આવા સંજોગોમાં મહાવીર કલ્યાણ
એન્ડ વિકાસ ટ્રસ્ટના નામે ચેક/ ડ્રાફ્ટ/રોકડાથી મદદરૂપ બનવા નમ્ર અપીલ કરીએ છીએ.
"નાત-જાત, ઉંચ-નીચ કે કોઇપણ ધાર્મિક ભેદભાવ સિવાય આ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવે છે."
"જેનું કોઈ નથી તેના આપણે છીએ."
|