|
પ્રાથમિકતા એવા વૃધ્ધોના તેમજ વિધવા બહેનોના પ્રવેશને આપવી, જેઓ ખરેખર કંઈ ચૂકવી સકે
એમ નથી. કારણ? પૈસા ચૂકવી સકે એવા વૃધ્ધો કે વિધવા બહેનોનો સમાવેશ કોઈ પણ સ્થાને થઇ
શકશે, પણ કંઈ ચૂકવી સકે એમ ન હોય એવા માવતરો ક્યાં જશે?
કપરા વર્તમાનમાં ટકી રહીને પણ નજરને ભાવી તરફ રાખતી આ સંસ્થાનું ભાવિ આયોજન
કે સ્વપ્ન ગણો તો સ્વપ્ન.
પોતાનું મકાન હોય, જેની આસપાસ થોડી ખુલ્લી જગ્યા હોય.માવતરો તેમાં મરજી મુજબ છૂટથી
હરીફરી સકે, નાનું મોટું કામ, બગાયત કરી સકે. એ જ પરિસરમાં નાનકડી ગૌશાળા હોઈ, જેનું
તાજું દૂધ સૌને રોજેરોજ સવાર-સાંજ મળી રહે. વૃધ્ધાશ્રમ માટે જમીન આપનાર કોઈ દાતા હોઈ
તો તેમના નામની તકતી / તસ્વીર પણ મૂકી સકાય. જો કે, હમણાં થોડા દાતાઓની સહાય વડે એક
જુનું મકાન ખરીદ્યું છે, છતાં આવી વ્યવસ્થા થઇ તો ઉત્તમ.
સંસ્થાને પોતાનું એમ્બ્યુલન્સ જેવું વાહન અને તેના પેટ્રોલ ખર્ચ અને ડ્રાયવર તથા નિભાવ ખર્ચની જોગવાઈ.
|